આપણું મન એક મૂલ્યવાન અને અદ્ભુત ચીજ છે,જો ઉપયોગ કરતાં આવડે તો.વિચાર પેદા કરવો એ તેનું મહત્ત્વનું કાર્ય છે.વિચાર વગરનું તે હોતું જ નથી, અને હોય તો તે કદી થાકે જ નહિ. આપણાં મન ભૂતકાળમાં રમતાં હોય છે.તે આશાઓ અને ઈચ્છાઓનાં યુદ્ધમેદાનો છે.તે એકલું રહી શકતું ન હોવાથી વિચારકને પેદા કરે છે આ મન શબ્દો,વિધિઓ,પ્રણાલિકાઓ, માન્યતાઓ અને પ્રતિકોમાં પકડાયેલું હોય છે. આપણાં મન ખેડે છે, વાવે છે અને લણે છે.પણ પડતર રહેતાં નથી.જો મન સંપૂર્ણ ખાલી થઈ જાય તો તેમાં સત્ય ઊતરી આવે છે.