આપણા શરીરમાં પ્રાણઊર્જાને કારણે આપણામાં આભામંડળ રચાતું હોય છે.સારા વિચારો કરવાથી તેની તેજસ્વિતા વધે છે,પણ ખરાબ વિચારોથી ઘટે છે. આપણામાં જે જીવતું જાગતું જીવન છે તે ક્યાંયથીયે શક્તિ મેળવતું નથી.તે સ્વયં શક્તિમાન છે. સ્વયં સિદ્ધ અને સમર્થ છે.કોઈપણ જીવ પર ભાવનાઓની અસર થાય છે,અને તે પ્રાણશરીર કે ઊર્જાશરીર પર પ્રભાવ પાડે છે.મૂળભૂત રીતે આપણે બધા એક જ છીએ,માટે કોઈનાથી પ્રભાવિત થવું નહિ.પ્રભાવ આપણને બાંધે છે.અપ્રભાવિત થવું એટલે નિજ થઈ જવું કહેવાય. આ બધું જાણવા માટે આ ઓડિયો સાંભળો અને પ્રફુલ્લિત બનો.