"હે મારા મન !! તું મા જગદંબાના શરણે રહે અને હંમેશને માટે ચિંતાઓ,દુઃખો તથા બધી વ્યથાઓમાંથી મુક્ત થઈ જા" એ પ્રકારની આ મૌલિક પ્રાર્થના મનને સંબોધીને કરવામાં આવેલી છે. અહીં મનને "મા"ના શરણમાં રહેવાનું અને તેની સાથે તેના બાળક જેવા બનીને વર્તવાનું કહેવામાં આવ્યું છે.ઘણીબધી વિવિધતાભરી વાતો કરીને મનને નમ્ર બનાવવાનો સહજ પ્રયત્ન પણ અહીં કરવામાં આવ્યો છે.અને જ્યારે સંપૂર્ણ શરણાગત બની જવાય છે ત્યારે મન ખાલી થતું કે શૂન્ય બનતું હોઇ હવે તો તે હૃદયના નામે જન્મ ધારણ કરે છે,જ્યાં એકમાત્ર પ્રેમ રહી જય છે.તમે પણ ખુદની મૌલિક પ્રાર્થના કરતાં શીખો અને મા જગદંબાનો અવિરત પ્રેમ પામો એવી મારી ભાવના.