તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ 25. કલા એ સત્યનો શૃંગાર છે.

તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ 25. કલા એ સત્યનો શૃંગાર છે.

મૂળભૂત સત્ય તો ઓળખાય એવું છે જ નહિ,પણ કલાને તો આપણે ઓળખી શકીએ છીએ.જેઓ સાચે જ કલાકાર છે તેઓ સત્યનો શૃંગાર બની શકે છે.જીવન સાથે પ્રાણવાન સંબંધ ધરાવવા પ્રકૃત્તિપ્રેમ હોવો જરૂરી છે. સારી રીતે જીવવું એટલે સમગ્રતામાં જીવવું,પ્રેમ અને સૌંદર્યની સાથે જીવવું.આપણું અહમ્ ઓગળતું જાય તેમ નમ્રતા પેદા થતી જાય.જે વ્યક્તિ કલારૂપી ઘરેણું પહેરીને શૃંગાર સજે છે,તથા નિર્દોષ બનવા અહંકારને ખંખેરી નાખે છે,તેનું ઊર્ધ્વારોહણ થવાથી તે ઈશ્વરના સામ્રાજ્યમાં પહોંચી જાય છે.પરંતુ જો કોઈ કલાકાર માનનીય થવા પ્રયત્ન કરે તો કલાનું મૃત્યુ થાય.