Nana Baalmuni | Bhavesh Sumariya| Jatin Bid | Dedication To All Baalmuni Bhagvant

Nana Baalmuni | Bhavesh Sumariya| Jatin Bid | Dedication To All Baalmuni Bhagvant

પુત્ર અવતરણના શુભ અવસરે, માતોશ્રી નિર્મલાબેન હીરજી સુમરીયા પરિવાર તથા, માતોશ્રી કસ્તુરબેન વ્રજપાર મારૂ પરિવાર જિનશાસનના સર્વે બાલમુનિ ભગવંતને અર્પણ કરે છે, એક સંયમ સૌરભ....."નાના બાલમુની આવે છે સંયમવેષમાં રે" ........................................................................... Voice: Bhavesh Sumariya Adlibs By: Late Bhartiben Gada Lyrics & Music: Jatin Bid [ JB-Musiclab ] Mixed & Mastered By: Hitesh Udani Forever Support: Naitik Mehta | Gaurav Chovatiya Shoots By: Ashu Eyeland Video Edited By: Arham Creation ........................................................................... નટખટ નટખટ છે આ બાળ, ચાલે છે નખરાળી ચાલ, વરસે છે અપાર વ્હાલ, સહુનાં છે પ્યારા; નાનકડી એની કાયા, તોય મૂકે છે એ માયા, સત્વ લઈને એ સવાયા, આવે મુનિરાયા..હો આવે મુનિરાયા..હો આવે મુનિરાયા... લીધો છે સંયમવેષ, પહેર્યો છે સંયમવેષ; શોભે છે સંયમવેષ, પાવન છે સંયમવેષ... નાના બાલમુની આવે છે સંયમવેષમાં રે; હરખી હરખીને આવે છે સંયમવેષમાં રે... સુરલોકથી દેવો ટોળે, આવ્યા ધરતીને ખોળે; દેવો જોવે અનિમેષ, કેવો છે સંયમવેષ, આકર્ષે દેવોને મુનિવર સંયમવેષમાં રે...(૧) જિનવાણીના સંગથી, વૈરાગ્યના રંગથી, હો આતમને એ શણગારી, બનશે અણગારા; બાલ્ય ઉમરમાં સંયમ સાધી, ગુરુવર સંગ સાધવાને, આવે મહારાજા....આવે મહારાજા....આવે મહારાજા છે પ્રભુના પગલે પગરવ, છે ત્યાગનો પલપલ કલરવ; સાચો છે સંયમવેષ, પ્યારો છે સંયમવેષ, મનમાં મલકાતા આવે છે સંયમવેષમાં રે....(૨)