Kela methi na bhajiya Recipe in Gujrati by Rajnikant Parekh સુરત ના ફેમસ કેળા મેથી ના ભજીયા

Kela methi na bhajiya Recipe in Gujrati by Rajnikant Parekh સુરત ના ફેમસ કેળા મેથી ના ભજીયા

સામગી બે નગ કેળા ત્રણ નગ મેથી ની ભાજી એક કપ ચણા નૉ લોટ અડધી ચમચી હીગ એક ચમચી લાલ મરચુ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરૂ અડધી ચમચી ગરમ મસાલૉ સ્વાદ અનુસાર મીઠુ અડધી ચમચી ખાવા નૉ સૉડા તળવા માટે તેલ રીત એક બાઉલ મા બે નગ પાકા કેળા લઈ તેને મેશ કરી તેમા મેથી ની ભાજી. મીઠુ. હીગ હળદર. લાલ મરચુ. ધાણાજીરૂ. ગરમ મસાલૉ નાખી બરાબર મિક્સ કરી તેમા જરૂર મુજબ ચણા નૉ લોટ લઈ મીકસ કરી બેટર તૈયાર કરી દસ મિનિટ રેસટ આપી તેમા ખાવા નો સૉડા એડ કરી તેની પર એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી ભજીયા નુ બેટર તૈયાર કરી લૉ તેલ ગરમ થાય એટલે ભજીયા ના બેટર માથી ભજીયા તેલ મા તળી લૉ તૈયાર છે કેળા મેથી ના ભજીયા તેને કોઈ પણ ચટણી સાથે સવઁ કરૉ