કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા કાર્યક્ર્મ 2020 શરૂ કરવામાં આવ્યો છે. તા.16 ડિસેમ્બર 2019 થી 15 જાન્યુઆરી સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ નિયત કરવામાં આવ્યો છે. આ દરમિયાન નીચે આપેલી તારીખના આગામી ત્રણ રવિવારના દિવસો ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે. જેમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ સુધારવા, સરનામામાં ફેરફાર કરવા તથા નામ કમી કરાવવા માટે ખાસ ઝુંબેશ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે દરમિયાન BLO તેમના બુથ ઉપર ઉપસ્થિત રહીને સવારના 10 વાગ્યા સુધી થી સાંજના 5 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારશે. મતદાર યાદીમાં નામ નોંધાવવા કે સુધારવા ખાસ ઝુંબેશના દિવસો: તારીખ: 22-12-2019/ 05-01-2020/ 12-01-2020 (રવિવાર) સમય: સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી સ્થળ: આપના નજીકના મતદાન બૂથ પર... #AJNews #AapduJunagadh #Voter #Changes