ગુજરતામાં આણંદ જિલ્લાની કેટલીક સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં બાળકોને કથિત રીતે પ્લાસ્ટિકના ચોખા અપાયા હોવાની ખબરો વાઇરલ બની છે. સોજીત્રા તાલુકાના મલાતજ ગામના લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત બાળકો માટે વિતરણ કરાયેલા ચોખામાં ભેળસેલ હોવાનો વાલીઓ દાવો કરી રહ્યા છે. વાલીઓનો દાવો છે કે બાળકોને યોજના અંતર્ગત જે ચોખા અપાયા હતા, તેમાં ભેળસેળ થયેલી છે અને પ્લાસ્ટિકના ચોખા ભેળવવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયોમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર આવો દાવો સાચો હોઈ શકે છે, શું ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોય છે? #plasticrice #middaymeal #gujaratschools તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati