1. ભાજપ અને કોંગ્રેસે ફૂ્ક્યું પ્રચારનું રણશિંગુ- "ફિર એકબાર મોદી સરકાર" નાં સ્લોગન સાથે ભાજપ તો "અબ હોગા ન્યાય" સાથે કોંગ્રેસ ઉતર્યું પ્રચાર યુદ્ધમાં. 2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ,પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં ચૂંટણી રેલીને કર્યું સંબોધન - રાજ્ય સરકાર ઉપર સાધ્યું નિશાન ,કહ્યું આતંકીઓ ઉપરની કાર્યવાહીથી ,દીદી થાય છે ,પરેશાન - કેન્દ્રે કૂચબિહારના વિકાસમાં ઘણી યોજનાને આપી મંજૂરી - ત્રિપુરા અને મણિપુરમાં પણ યોજી રેલી. 3. દેશભરમાં ચૂંટણી પ્રચાર ચરમ પર- ભાજપા અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઓડિશામાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો - તો ઉત્તરપ્રદેશમાં દેવબંધની રેલીમાં ,મંચ પર અખિલેશ યાદવ, માયાવતી અને અજીતસિંઘ એક સાથે- કોંગ્રેસ ભાજપ બંને પર કર્યા પ્રહાર. 4. કાળા નાણાં વિરૂધ્ધ આવકવેરા વિભાગની કાર્યવાહી - મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવના ,ઇન્દોર અને દિલ્હી સ્થિત નિવાસસ્થાને ,દરોડા.. 5. પાટણના રાધનપુરમાં ,ભાજપ પ્રચારમાં જોડાતા ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી - કોંગ્રેસ ઉપર પ્રહાર કરી ભાજપની વિકાસ નીતિના કર્યા વખાણ.- તો મહેસાણામાં પણ મુખ્યમંત્રીએ દર્શાવ્યો આકરો મિજાજ. 6. રાજ્યમાં લોકસભાની 26 બેઠકો માટે ,23 એપ્રિલે યોજાનારા મતદાનમાં ,મતદારો ભાગ લે ,તે માટે ,ઠેર- ઠેર યોજાઈ રહ્યા છે મતદાન જાગૃતિના કાર્યક્રમો - રેલવેએ ચાતર્યો ,નવો ચિલો . 7. માલદીવ સંસદીય ચૂંટણીમાં ,પૂર્વ રાષ્ટ્રપતિ ,મોહમ્મદ નશીદને બહુમત મળવાની આશા - નશીદની પાર્ટીએ ,બે તૃતિયાંશ બેઠક ઉપર મેળવી છે ,જીત 8. માન્ચેસ્ટર સીટીએ, FA કપની ફાઇનલમાં ,મેળવ્યું સ્થાન - સેમિફાઇનલ મેચમાં ,બ્રાઇટનને ,1-0થી હરાવ્યું