3.2. માંગને અસર કરતા પરિબળોમાંથી પુછાય શકે તેવાં ટૂંકા પ્રશ્નો : ટૂંકા પ્રશ્ન : 1. વસ્તુની માંગને અસર કરતાં પરિબળો કયાં છે? A. વસ્તુની માંગને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. 1. વસ્તુની કિંમત 2. વસ્તુની કિંમત સિવાયનાં અન્ય પરિબળો : 1. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી 2. વ્યક્તિની આવક 3. સંબંધિત વસ્તુઓની કિંમત 1. અવેજી વસ્તુઓની કિંમત 2. પૂરક વસ્તુની કિંમત 4. ભવિષ્યની કિંમતો અંગેની અટકળો 5. વસ્તી અને વસ્તીનું વયજૂથ. 2. અવેજી વસ્તુ એટલે શું? A. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહે છે.