લોટ બાંધવા માટે સૌ પ્રથમ ૨ કપ ઘઉં નો લોટ ૧ કપ રવો ૧/૨ કપ oil ૧ cup જેટલુ પાણી આ મિશ્રણ નો લોટ બાંધી ને એને ઢાંકી દો માવો બનાવો માટે ની રીત અને સામગ્રી ૫-૬ બાફેલા બટાકા ૨ ઝીણાં સમારેલાં કાંદા ૨ સમારેલા ગાજર ૩ સમારેલા લીલાં મરચાં ૧ કપ વટાણા લસણ અને આદું કાળા મરી નો પાઉડર ૧ ચમચી જીરૂ ૧ નાની ચમચી લાલ મરચું મીઠું સ્વાદ પ્રમાણે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો એમાં જીરું ઉમેરો ત્યાર બાદ સમારેલા કાંદા ૨ મિનિટ માટે સાંતળો ત્યાર બાદ એમાં લસણ આદુ અને લીલા મરચાં ઉમેરો ફરી ૨ મિનિટ સાંતળો અને ત્યાર બાદ એમાં વટાણા ઉમેરો અને બાફેલા બટાકા જરૂર પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરો હવે તૈયાર કરેલા લોટ ની રોટલી બનાવો અને એક ગોળ રોટલી માંથી લગભગ ૨ લંબચોરસ આકાર બનાઓ હવે આમ તૈયાર કરેલો માવો ભરો અને એની ધરો ને બરાબર ચોટાડો ધર ને ચોંટાડવા માટે મૈદો અને પાણી ને મિક્સ કરી ને લિકવિડ બનાવો અને એના ઉપયોગ થી ધાર ને બરાબર ચોટાડો ત્યાર બાદ એની ધાર પર કાંટા ચમચી થી દબાવી ને શેપ આપો હવે ઓઇલ ગરમ કરો અને ફ્રાય કરો અને લાઈટ બ્રાઉન થઈ ત્યાં સુધી ફ્રાય કરો અને તમારા ટેસ્ટી મેક આલુ પફ તૈયાર. optional items - capsicum, garam masala ,mozrella cheese . આ સામગ્રી નો પણ ઉપયોગ કરી સકાઈ છે